પિતૃઓ પાસેથી સુખ-સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સંતાન પ્રાપ્તિ ના આશિર્વદ મેળવવા હોય તો આવી રીતે કરજો શ્રાદ્ધ
આજથી શ્રાદ્ધના દિવસો શરૂ થઈ રહ્યા છે. 16 દિવસ સુધી શુભ કાર્યો વર્જિત રહેશે. કાગવાસ માટે પિતૃના આશીર્વાદ મેળવવાનો અવસર છે. આપણા ગ્રંથો આધારિત આ ત્રણેયના ઋણ માનવજાતનું અસ્તિત્વ ટકાવી રાખે છે. હિન્દુ સંસ્કૃતિમાં દેવદેવીતા, ગુરુજન, બ્રાહ્મણ, ગાય, ઈત્યાદિને શ્રદ્ધા પૂર્વક વંદન કરવા માટે પર્વ આવતા હોય છે. પૂર્વજોના આશીર્વચન મેળવવા માટે ભાદરવા મહિનાના દિવસો ગણવામાં આવે છે. શ્રાદ્ધના સમય દરમિયાન પહેલાં સ્નાનદિ પૂર્ણ કરી સૂર્યને પાણી અર્ધ્ય આપવું, ત્યારબાદ પીપળે પાણી ચઢાવું, ત્યારબાદ પ્રદિક્ષિણા કરવી, ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ તુલસીના ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરી મનોમન પ્રાર્થના કરવી કે અમારા પિતૃઓ સદગતિ પામો અને સ્વર્ગમાં સિધાવો, અમોને આશીર્વચન આપો.
ધર્મમાં શ્રાદ્ધપક્ષને ખૂબ જ પવિત્ર સમય માનવામાં આવે છે. શ્રાદ્ધપક્ષથી અનેક પરંપરા પણ જોડાયેલી છે. વર્તમાન સમયમાં જ્યારે બાળકો શ્રાદ્ધપક્ષની પરંપરાઓને જુએ છે તો તેના મનમાં સહજ જ આ પરંપરાઓની પાછળ છુપાયેલાં ભાવ અને મનોવૈજ્ઞાનિક પક્ષને જાણવાની ઉત્સુકતા જાગી ઊઠતી હોય છે. પરંતુ બાળકો ભાગ્યે જ આ પરંપરાને વિશે પોતાના માતા-પિતા પાસે જવાબ મેળવી શકે છે. બાળકોના મનની જિજ્ઞાસાને શાંત કરવાના હેતુથી જ આજે અમે શ્રાદ્ધપક્ષસાથે જોડાયેલી ખાસ પરંપરાઓ વિશે બતાવી રહ્યા છીએ. આ પરંપરાઓ આ પ્રકારે છે-
પરંપરા-1- પિતૃઓના તર્પણ કરતી વખતે અંગૂંઠાથી જ પાણી શા માટે આપવામાં આવે છે.
શ્રાદ્ધ કર્મ કરતી વખતે પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે અર્થાત્ પિંડો પર અંગૂઠાથી જળ(જળાંજલિ)આપવામાં આવે છે. એવા માન્યતા છે કે અંગૂઠાથી પિતૃઓને જળ આપવાથી તેમની આત્માને શાંતિ મળે છે. તેની પાછળનું કારણ હસ્તરેખા સાથે જોડાયેલ છે. હસ્તરેખાશાસ્ત્ર પ્રમાણે પંજાના જે ભાગ પર અંગૂઠો હોય છે તે ભાગ પિતૃ તીર્થ કહેવાય છે. આ પ્રકારે અંગૂઠાથી ચઢાવવામાં આવતું જળ પિતૃતીર્થ કહેવાય છે. આ પ્રકારે અંગૂઠાથી ચઢાવવામાં આવેલ જળ પિતૃ તીર્થથી થયેલાં પિંડો સુધી જાય છે. એવી માન્યતા છે કે પિતૃ તીર્થથી થયેલાં જળ અંગૂઠાના માધ્યમથી પિંડો સુધી પહોંચે છે તો પિતૃઓની પૂર્ણ તૃપ્તિનો અનુભવ થાય છે.
પરંપરા-2- શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ભોજન શા માટે કરાવવામાં આવે છે?
શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ભોજન કરાવવાની એક પરંપરા છે. એવી માન્યતા છે કે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વગર શ્રાદ્ધ કર્મ અધૂરું માનવામાં આવે છે. ધર્મગ્રંથો પ્રમાણે બ્રાહ્મણોની સાથે વાયુરૂપમાં પિતૃઓ પણ ભોજન કરે છે. એવી માન્યતા છે કે બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલ ભોજન સીધા પિતૃઓ સુધી પહોંચે છે.
.
એટલા માટે વિદ્વાન બ્રાહ્મણોને પૂરાં સન્માન અને શ્રાદ્ધની સાથે ભોજન કરવાથી પિતૃઓ પિતૃ થઈને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. ભોજન કરાવ્યા પછી બ્રાહ્મણોને ઘરના દરવાજા સુધી પૂરાં સન્માનની સાથે વિદાઈ કરવા જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે બ્રાહ્મણોની સાથે-સાથેં પિતૃઓ પણ ચાલે છે.
પરંપરા-3- શ્રાદ્ધના ભોજનમાં ખીર શા માટે બનાવવામાં આવે છે?
જ્યારે પણ કોઈ અતિથિ આપણા ઘરે આવે છે તો આપણે તેને સ્વાદિષ્ટ ભોજન કરાવીએ છીએ, આ ભોજનમાં મીઠાઈ પણ જરૂર રાખીએ છીએ. મીઠાઈની સાથે ભોજન કરાવવાથી અતિથિને પૂર્ણ તૃપ્તિનો અનુભવ થાય છે. આ ભાવનાની સાથે જ શ્રાદ્ધમાં પણ પિતૃઓની પૂર્ણ તૃપ્તિ માટે ખીર બનાવવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક ભાવ એ પણ છે કે શ્રાદ્ધમાં ખીર બનાવીને આપણે પિતૃઓની પ્રત્યે આદર-સત્કાર પ્રદર્શિત કરીએ છીએ.
શ્રાદ્ધમાં ખીર બનાવવાની પાછળ એક પક્ષ એ પણ છે કે શ્રાદ્ધ પક્ષ પહેલાંનો સમય વરસાદનો હોય છે. પહેલાના સમયમાં લોકો વરસાદને કારણે મોટાભાગના ઘરોમાં વ્રત ઉપવાસ કરીને વિતાવતા હતા. અત્યધિક વ્રત-ઉપવાસને કારણે શરીર નબળું થઈ ગયું હતું. એટલા માટે શ્રાદ્ધ પક્ષના 16 દિવસો સુધી ખીર-પૂરી ખાઈને વ્રત કરનાર પોતાની જાતને પુષ્ટ કરતા હતા. એટલા માટે શ્રાદ્ધમાં ખીર બનાવવાની પરંપરા છે.
પિતૃઓના શ્રાદ્ધની તિથિ ભૂલાઈ ગઈ હોય તો શું કરવું?
નામી અનામી તમામ પિતૃગણની શાંતિ માટે તેમજ પિતૃ દોષથી મુક્તિ મેળવવા શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. જેમની કુંડળીમાં પિતૃદોષ હોય, જેના કારણે સંતાન ન થતા હોય કે સંતાનના વિદ્યા અભ્યાસમાં નડતર હોય આ બધી સમસ્યા હલ થઈ જશે. ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય, કારણ વગર મત મતાંતર થતા હોય કે ઘરમાં ધનની હાની થતી હોય કે કમી રહેતી હોય તો આવા દિવસોમાં બ્રાહ્મણોને તલ, જળ, દુર્વા, લોટ, ફળ, ગોળ, શાકર, ફળ, શાકભાજી આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. લાંબા સમયથી કોર્ટ-કચેરીના દાવા ચાલતા હોય તો તેમાંથી મુક્તિ માટે બ્રાહ્મણને પ્રેમપૂર્વક ભોજન કરાવી, વસ્ત્રદાન સાથે રોકડ ભેટ આપીને આશિર્વાદ પ્રાપ્ત કરવા.આ દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવી તેની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત કરવી જોઈએ. પિતૃદોષની શાંતિ કરવાથી દારુણ ગરીબી દૂર થાય છે. તેમજ દેવામાંથી મુક્તિ, માનસિક રાહત અનુભવાશે.
પિતૃઓના શ્રાદ્ધની તિથિ ભૂલાઈ ગઈ હોય તો શું કરવું?
આગામી 28 તારીખે સર્વ પિતૃ અમાસ આવશે. આ દિવસે વ્યતિપાત, શ્રાપિત દોષ, ચાંડાલ યોગ, કાલસર્પ યોગ, વિશ યોગ જેવાની શાંતિ કર્મ કરાશે. જો કોઈ કારણોસર પિતૃનું શ્રાદ્ધ ન કરી શક્યા હોય, ભૂલી ગયા હોય કે આર્થિક પરિસ્થિતિ દારૂણ હોવાને કારણે કે સમયના અભાવે ન કરી શક્યા હોય તો તેવા જાતકો આવા દિવસે શ્રાદ્ધ કર્મ કરી સ્વર્ગસ્થ પિતૃની શાંતિ કર્મ અવસ્ય કરાવે. બધાજ દેવી-દેવતાના આશિર્વાદમાં પિતૃગણના આશિર્વાદ વિશેષ ગણાય છે. કારણ કે પિતૃઓ ક્યારેય સંતાનનું અહિત કરતા નથી. તેઓ હંમેશા સંતાનની વયોવૃદ્ધિ કરે છે.
શ્રાદ્ધ ન કરાવી શકો તો કરો ગીતાપાઠ નું વાંચન
શ્રાદ્ધપક્ષમાં પિતૃઓના નામ પર કરવામાં આવતા તર્પણથી પિતૃદોષથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે આ પિતૃઓનું પર્વ છે. પિતૃપક્ષમાં આપણાં ઘરમાં તહેવારો માટે પિતૃઓ પોતે જ પધારે છે. પિતૃદોષ કુંડળીના કેટલાક સામાન્ય દોષોમાંથી એક દોષ છે. કુંડળીમાં જ્યારે પણ સૂર્ય ચંદ્રની સાથે રાહુ કે કેતુ બેસી જાય તો પિતૃદોષ માનવામાં આવે છે. સૂર્યને પિતા અને ચંદ્રને માતા માનવામાં આવે છે. પિતૃદોષ હોય તો વ્યક્તિના જીવનમાં અનેક પરેશાનીઓ આવે છે, ઘરમાં પૈસાની તંગી સર્જાતી હોય છે, ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ મોટાભાગે બીમર રહે છે, સંતાન હોય કે સંતાનના ભવિષ્યની ચિંતા હંમેશાં ચાલતી રહે છે, કોઈપણ પ્લાંનિંગ સફળ નથી થતું, એવા અનેક સંકેત છે જે ઈશારો કરે છે કે કુંડળીમાં પિતૃદોષ હોઈ શકે છે.
પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે શ્રાદ્ધ પક્ષને સૌથી સારો સમય માનવામાં આવે છે. શ્રાદ્ધમાં ધૂપ દાન, તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણને ભોજનથી પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે. જો તમે શ્રાદ્ધ કે પિતૃદોષની શાંતિ ન કરાવી શકતાં હોવ તો એક બીજી રીત પણ છે જેનાથી તમે પિતૃદોષથી મુક્તિ મેળવી શકો છો.
ભાગવત ગીતાના પાઠથી પણ પિતૃદોષથી મુક્તિ મેળવી શકાય છે. ગીતાના એ જ્ઞાન જે ભગવાન કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં આપવામાં આવ્યું હતું. આ ગીતાના 7માં અધ્યાય પિતૃ મુક્તિ અને મોક્ષ સાથે જોડાયેલ છે. અધ્યાયનું નામ છે- જ્ઞાનવિજ્ઞાન યોગ. આ અધ્યાયનો પાઠ શ્રાદ્ધમાં થઈ શકે એટલો કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેનાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે.